છેલ્લી અપડેટ: ઓક્ટોબર ૨૦૨૬
આ પ્લેટફોર્મ ફક્ત ગુજરાતની શાળાઓ, આચાર્યો અને શિક્ષકોના સત્તાવાર વહીવટી અને શૈક્ષણિક મૂલ્યાંકન કાર્યો માટે છે.
શાળા નોંધણી સમયે સાચી વિગતો આપવી અનિવાર્ય છે. શાળાનું નામ નોંધણી પછી બદલી શકાશે નહીં. પાસવર્ડની ગુપ્તતા જાળવવી શાળાના અધિકૃત પ્રતિનિધિની જવાબદારી રહેશે.
પ્લેટફોર્મના કોડ, ડિઝાઇન અને પત્રક અલ્ગોરિધમ્સની અનધિકૃત નકલ અથવા ઇન્સ્પેક્શન કાયદાકીય રીતે પ્રતિબંધિત છે.
શિક્ષકો અને શાળાઓ માટે સમર્પિત ઓનલાઇન સોલ્યુશન
Digital Shala એ ગુજરાત સરકારની પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે તૈયાર કરાયેલ અદ્યતન ડિજિટલ પરિણામ અને શાળા સંચાલન સિસ્ટમ છે.
અમારો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકોના સમયની બચત કરવાનો અને કાગળકામની જટિલતા ઘટાડવાનો છે. પત્રક A, B, C નું સંપૂર્ણ ઓટોમેશન, બોલીને ગુણ ભરવા (Voice Typing), વર્ગ વ્યવસ્થા, સ્માર્ટ જી.આર. રજિસ્ટર, શાળા રોજમેળ અને સત્તાવાર સરકારી પરિરૂપ મુજબ A4 લેન્ડસ્કેપ પ્રિન્ટ જેવા ફીચર્સ શાળાના કામકાજને ખૂબ જ સરળ બનાવે છે.