છેલ્લી અપડેટ: ઓક્ટોબર ૨૦૨૬
Digital Shala પ્લેટફોર્મ પર નોંધણી વખતે શાળાનું નામ, U-DISE કોડ, આચાર્ય/શિક્ષકનો સંપર્ક નંબર અને ઇમેઇલ લેવામાં આવે છે. વિદ્યાર્થીઓનો ડેટા ફક્ત શાળાના અધિકૃત ઉપયોગ અને પરિણામ પત્રક તૈયાર કરવા માટે જ ઉપયોગમાં લેવાય છે.
તમામ ડેટા સુરક્ષિત સર્વર પર 256-bit SSL એન્ક્રિપ્શન સાથે સાચવવામાં આવે છે. કોઈપણ ત્રીજા પક્ષકાર સાથે શૈક્ષણિક કે શાળાકીય ડેટા શેર કરવામાં આવતો નથી.
કોઈપણ પ્રશ્ન માટે support@digitalshala.net પર ઇમેઇલ કરી શકો છો.
શિક્ષકો અને શાળાઓ માટે સમર્પિત ઓનલાઇન સોલ્યુશન
Digital Shala એ ગુજરાત સરકારની પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે તૈયાર કરાયેલ અદ્યતન ડિજિટલ પરિણામ અને શાળા સંચાલન સિસ્ટમ છે.
અમારો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકોના સમયની બચત કરવાનો અને કાગળકામની જટિલતા ઘટાડવાનો છે. પત્રક A, B, C નું સંપૂર્ણ ઓટોમેશન, બોલીને ગુણ ભરવા (Voice Typing), વર્ગ વ્યવસ્થા, સ્માર્ટ જી.આર. રજિસ્ટર, શાળા રોજમેળ અને સત્તાવાર સરકારી પરિરૂપ મુજબ A4 લેન્ડસ્કેપ પ્રિન્ટ જેવા ફીચર્સ શાળાના કામકાજને ખૂબ જ સરળ બનાવે છે.