GSSSB Exam Date 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા એક્સ-રે આસિસ્ટન્ટ, ડેન્ટલ ટેક્નિશિયન, રોયલ્ટી ઈન્સ્પેક્ટર અને સ્ટોર કીપર વર્ગ-૩ માટેની MCQ આધારિત CBRT પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. પરીક્ષા 5 ડિસેમ્બર અને 11 ડિસેમ્બર 2025ના રોજ યોજાશે. કોલ લેટર ટૂંક સમયમાં GSSSBની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
વિવિધ પરીક્ષા તારીખો જાહેર : GSSSB Exam Date 2025
મંડળની જાહેરાત મુજબ ડેન્ટલ ટેક્નિશિયન (દિવ્યાંગ ભરતી ઝુંબેશ), રોયલ્ટી ઇન્સ્પેક્ટર (દિવ્યાંગ ભરતી ઝુંબેશ), અને સ્ટોર કીપર (દિવ્યાંગ ભરતી ઝુંબેશ) માટેની પરીક્ષા 05 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી યોજાશે. જ્યારે એક્સ-રે આસિસ્ટન્ટ (સીધી ભરતી) માટેની પરીક્ષા 11 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી લેવામાં આવશે.
GSSSB Exam Date 2025: આ તમામ પોસ્ટો વર્ગ-૩ (Class-III)ની છે અને સંબંધિત વિભાગો મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. એક્સ-રે આસિસ્ટન્ટ તથા ડેન્ટલ ટેક્નિશિયનની ભરતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ થશે, રોયલ્ટી ઇન્સ્પેક્ટર માટે ઉદ્યોગ અને ખાણ વિભાગ જવાબદાર રહેશે, જ્યારે સ્ટોર કીપરની ભરતી ટેક્નિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા હાથ ધરાશે.
કોલ લેટર હવે પછી જાહેર થશે
ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે પરીક્ષાના કોલ લેટર ટૂંક સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર પ્રકાશિત કરવામાં આવશે. ઉમેદવારોએ તેમની ઉમેદવારી અનુસાર કોલ લેટર ડાઉનલોડ કરીને સમયસર પરીક્ષામાં હાજર રહેવું પડશે.
ઓફિશિયલ વેબસાઈટ જોતા રહેવું
મંડળે સાથે જ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ અનિવાર્ય કારણોસર પરીક્ષાની તારીખો અથવા કાર્યક્રમમાં ફેરફાર કરવાની જરૂર પડે, તો તે બદલવાનો સંપૂર્ણ અધિકાર મંડળને રહેશે અને આ બાબતમાં કોઈ કારણ દર્શાવવાની ફરજ મંડળની રહેશે નહીં.
આ સૂચના 11 નવેમ્બર 2025ના રોજ ગાંધીનગરમાંથી પ્રકાશિત કરવામાં આવી હતી. ઉમેદવારોને વિનંતી છે કે તેઓ GSSSBની વેબસાઇટને નિયમિત રીતે તપાસતા રહે, જેથી કોલ લેટર અને અન્ય મહત્વપૂર્ણ અપડેટ્સ સમયસર મેળવી શકે.
ઓફિશિયલ નોટીફીકેશ જુઓ : અહીંથી
FAQ – GSSSB Exam Date 2025
પ્રશ્ન 1: આ સૂચના કઈ ભરતી માટે છે?
જવાબ. આ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેર કરાયેલ ચાર ભરતી જાહેરાતો — એક્સ-રે આસિસ્ટન્ટ, ડેન્ટલ ટેક્નિશિયન, રોયલ્ટી ઈન્સ્પેક્ટર અને સ્ટોર કીપર વર્ગ-૩ માટેની પરીક્ષાની તારીખો અંગે છે.
પ્રશ્ન 2: પરીક્ષાની તારીખ ક્યારે છે? GSSSB Exam Date 2025?
જવાબ. ડેન્ટલ ટેક્નિશિયન, રોયલ્ટી ઈન્સ્પેક્ટર અને સ્ટોર કીપર માટેની પરીક્ષા 05 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી રહેશે, જ્યારે એક્સ-રે આસિસ્ટન્ટ માટેની પરીક્ષા 11 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી યોજાશે.
પ્રશ્ન 3: પરીક્ષા ક્યારે છે?
જવાબ. ડેન્ટલ ટેક્નિશિયન, રોયલ્ટી ઈન્સ્પેક્ટર અને સ્ટોર કીપરની પરીક્ષા 05/12/2025એ થશે, જ્યારે એક્સ-રે આસિસ્ટન્ટની પરીક્ષા 11/12/2025એ થશે.
પ્રશ્ન 4: પરીક્ષાનું સમય શું છે?
જવાબ. બપોરે 3:00 થી 6:00 સુધી.
પ્રશ્ન 5: કોલ લેટર ક્યારે મળશે?
જવાબ. કોલ લેટર ટૂંક સમયમાં મંડળની વેબસાઇટ પર પ્રકાશિત થશે.
